Monday, August 17, 2009

આરતી માજ શોધો જવાબ મળશે ... પણ સ્થુળ સ્વરુપે નહિ. મલ્યુ ? નારાયણી... નારાયણ અને નારાયણી એકાકાર છે. એક સ્વરુપ છે . નારાયણ એટલેજ શ્રી કૃષ્ણ .. એક અવતાર રુપે ... આદ્ય ,અનાદિ,નિરાકાર,નિર્ગુણ, નિરંતર, નિસ્પૃહી ,આદિ , મધ્યાંતર રહીત એજ આદ્ય , અને અદ્યાશક્તિ મા જગદંબા !!. અસ્તુ
ડૉ. શૈલેન્દ્ર વોરા . અમદાવાદ..

Friday, August 14, 2009

how can Lord Shri Krishna be left out in mataji Ambaji aaratee where all gods are mentioned !!??

પ્રિય ગુજરાતીઓ ,
માતા અંબાજીની આરતી આપણા સૌને કંઠસ્થ છે ... તેની સરળતા અને ગાઇ શકાય તેવા છંદમા
લયબધ્ધ શબ્દો ની ગોઠવણી દિગમૂઢ કરી મુકે છે..
(!?!) સંશય માત્ર એટલોજ ... કે આમા બધા ભગવાનના નામ આવે છે ... પરંતુ
ભગવાન શ્રી કૃષ્ણ જ કેમ રહી ગયા ?????
આ વિચાર મારા પિતાશ્રી સ્વ. ગુણવંતરાય જોષી “ સગુન” ને આવેલો અને 1977 થી ઘણા બધા મેગેજીનો મા આ ચર્ચા ચાલી.આવતી રહી છે...
અંત્યંત રસિક જવાબો મળ્યા હતા..સંકુચિત ધાર્મિક આસ્થાવાળા જાણે-અજાણે શિવ / વૈષ્ણવ જુદા ગણે છે.. વૈષ્ણવના કેટલાક ગુણીજનો પણ કપડા દરજી ને ત્યાં નાખ્યા કહે છે, પણ શિવડાવવા શબ્દ બોલતા નથી .... આ આરતી ના ચાહકો કદાચ પેલા દુરાગ્રહી અણગમા માથી ,
પ્રતિશોધ રુપી તો નથી ને !.
જાવ આ આરતીમાથી કૃષ્ણ કાઢી નાખી યે ..???!!!! for reference આરતી પ્રસ્તુત છે..

આરતી
જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2)અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2) પડવે પ્રગટ્યા મા.ૐ જયો જયો મા જગદંબે.
દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2)બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા,ૐ જયો જયો મા જગદંબે.
તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2)ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા….ૐ જયો જયો મા જગદંબે.
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2)ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં…..ૐ જયો જયો મા જગદંબે.
પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2)પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા…..ૐ જયો જયો મા જગદંબે.
ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… (2)નરનારીના રૂપે (2) વ્યાપ્યા સઘળે મા….ૐ જયો જયો મા જગદંબે.
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા… (2)ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા….ૐ જયો જયો મા જગદંબે.
અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, મા આઈ…..(2)સુરવર મુનિવર જન્મ્યા (2) દેવો દૈત્યો મા…..ૐ જયો જયો મા જગદંબે.
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે….(2)નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્માૐ જયો જયો મા જગદંબે.
દશમી દશ અવતાર જય વિજયાદશમી, મા જય… (2)રામે રામ રમાડ્યા (2) રાવણ રોળ્યો મા….ૐ જયો જયો મા જગદંબે.
એકાદશી અગિયારશ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (2)કામદુર્ગા કાલિકા (2) શ્યામા ને રામા….ૐ જયો જયો મા જગદંબે.
બારશે બાળારૂપ બહુચરી અંબા, મા બહુચરી (2)બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે તારા છે તુજમાૐ જયો જયો મા જગદંબે.
તેરશે તુળજા રૂપ તું તારુણી માતા, મા તું તારુણી (2)બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) ગુણ તારા ગાતાૐ જયો જયો મા જગદંબે.
ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા (2)ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની માૐ જયો જયો મા જગદંબે.
પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા (2)વસિષ્ઠદેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યા (2) ગાઈ શુભ કવિતાૐ જયો જયો મા જગદંબે.
સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા,સંવત સોળે પ્રગટ્યા (2) રેવાને તીરે, મા ગંગાને તીરેૐ જયો જયો મા જગદંબે.
ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા ચંપાવતી નગરીસોળ સહસ્ત્ર ત્યાં સોહિયે…(2) ક્ષમા કરો ગૌરી,મા દયા કરો ગૌરી…. ૐ જયો જયો મા જગદંબે.
શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ…(2)ભણે શિવાનંદસ્વામી સુખસંપત્તિ થાશે…..હર કૈલાશે જાશે…. મા અંબા દુ:ખ હરશે.ૐ જયો જયો મા જગદંબે.
- ડૉ. હરકાંત ગુણવંતરાય જોષી. जन्माष्टमी 2009 e:- dr_hgj@yahoo.co.in Visit blogs search dr_hgj_google , vdo search klikcheez in www.youtube.com